લીલી ડુંગળીને ડાયટમાં સામેલ કરો, કૉલેસ્ટ્રૉલ કંટ્રોલમાં રહેશે


By Sanket M Parekh03, Dec 2023 03:34 PMgujaratijagran.com

લીલી ડુંગળી

સ્પ્રિન્ગ ઑનિયન જેને લીલી ડુંગળી પણ કહેવાય છે, તે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે.

હાર્ટ માટે હેલ્ધી

લીલી ડુંગળીમાં એન્ટી હાઈપરલિપિડેમિક ગુણના કારણે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

પાચનમાં મદદરૂપ

કોલેસ્ટ્રોલની સાથે લીલી ડુંગળી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે. ફાઈબરથી ભરપુર હોવાના કારણે તે પાચન માટે પણ ફાયદેમંદ છે.

હાડકા મજબૂત બનાવો

લીલી ડુંગળીમાં વિટામિન-સી અને વિટામિન-કે મળી આવે છે, જે આપણી ઈમ્યૂન સિસ્ટમ અને હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી છે

ડાયટમાં કેવી રીતે સામેલ કરશો?

એવામાં આજે અમે તમને જણાવીશું કે, લીલી ડુંગળીને તમે કેવી રીતે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો, જેથી તમે લાંબા સમય સુધી હેલ્ધી રહી શકો.

પેનકેક

લીલી ડુંગળીને સાફ કરીને કાપીને રાખી દો. જે બાદ લોટ બાંધીને તેને એક કપડાથી ઢાંકીને થોડી વાર માટે અળગ રાખી દો.

ફ્રાય કરો

લોટના લોયાને અલગ કરીને તેને વણી લો અને તેના પર સામાન્ય તેલ લગાવીને ઉપરથી લીલી ડુંગળી નાંખો. એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તેને ફ્રાય કરો.

ચટણી સાથે પીરસો

જે બાદ વધેલા લોટના લોયા સાથે પણ આજ સ્ટેપ રિપીટ કરો. આમ તમારું સ્પ્રિન્ગ ઑનિયન પેનકેક તૈયાર થઈ ગયું. જેને કેચઅપ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો.

શિયાળામાં લીલા ચણાનું શાક ખાવાના ચમત્કારિક ફાયદા વિશે નથી ખબર? ફિકર નોટ, ચાલો જાણીએ