આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન એટલો પ્રચલિત થઈ ગયો છે કે દિવસેને દિવસે લોકો તેમાં વ્યસ્ત થતા જાય છે. સવારે ઉઠીને સૌથી પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
વહેલી સવારે સ્માર્ટફોન વાપરવો તમને મનોરંજક લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે.
જો તમને સવારે ઉઠીને સ્માર્ટફોન ઉપયોગ કરવાની આદત હોય તો તેને દૂર કરવી જોઈએ કેમ કે, આ આદત દૂર કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
સવારે ફોનનો ઉપયોગ ન કરવાથી તણાવમાંથી રાહત મળે છે. ઘણી વખત સવારના સમયે ફોનનો ઉપયોગ કરવાથી દિવસના આખા શેડ્યૂલને બગાડે છે.
સવારે ઉઠ્યા પછી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાથી ઊંઘની પેટર્ન સારી રહે છે. તેનાથી સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે અને મન એક્ટિવ રહે છે.
સવારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાથી મન સક્રિય રહે છે અને ધ્યાન પણ કેન્દ્રિત થાય છે. જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી સમય બગડે છે.
સવારે ઉઠ્યા પછી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.