લસણમાં ઘણા બધા મહત્વના તત્વો હોય છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
લસણમાં વિટામિન A, B અને Cની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.
લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું લેવલ ઘટાડીને હૃદયરોગથી બચાવે છે.
લીવર સંબંધિત સમસ્યા દરમિયાન લસણનું સેવન કરવાથી લીવર એન્ઝાઇમ સક્રિય થાય છે.
લસણ કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓને દૂર કરીને પાચનતંત્રને સુધારે છે.
લસણમાં એન્ટિવાયરલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે, જે કોઈપણ રોગ સામે લડવામાં મદદ કરે છે.
લસણનું સેવન કરવાથી શુગર લેવલ ઘટાડવાની સાથે લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
પુરુષોને લસણનું સેવન કરવાથી યૌન દુર્બળતા દુર થાય છે અને યૌન ઉતેજનામાં વૃધ્ધિ થાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.