પ્લાસ્ટિક બેગથી માંડીને બોટલ સુધી લોકો પ્લાસ્ટિકનો અનેક રીતે ઉપયોગ કરી રહ્યા છે. જોકે પ્લાસ્ટિક માત્ર આપણા પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.
જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાની ટેવ ધરાવો છો તો તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી કેમ ન પીવું જોઈએ
દરરોજ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી તેમાં રહેલા BPA જેવા રસાયણો મેટાબોલિઝમને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે.
વારંવાર ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની બોટલમાંથી નીકળતા કેમિકલ કિડની પર દબાણ લાવી શકે છે. આના પરિણામે કિડની સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
કેટલીક પ્લાસ્ટિકની બોટલો BPA જેવા રસાયણો છોડે છે, જે હોર્મોન્સને અસર કરી શકે છે, જેનાથી શરીરમાં હોર્મોનલ અસંતુલન થઈ શકે છે.
જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીઓ છો, તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બોટલમાં રહેલા બેક્ટેરિયા અને હાનિકારક સૂક્ષ્મજીવો પેટમાં દુખાવો અને ચેપનું જોખમ વધારી શકે છે.
કેટલાક સંશોધનોમાં પ્લાસ્ટિકમાંથી નીકળતા રસાયણોને લાંબા ગાળે કેન્સર સાથે જોડવામાં આવ્યા છે. ખાસ કરીને, આ રસાયણો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાના જોખમને વધારે છે.
પ્લાસ્ટિકની બોટલમાંથી સતત પાણી પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.