આપણા દરેકના ઘરે દૂધને બહાથી લઈ આવ્યા પછી તેને ગરમ કરવામાં આવતું હોય છે.
કેટલાક લોકોના ઘરે એવું જોવા મળે છે કે, દૂધનો ઉફાણો આવીને ઢોળાય છે. શું તે શુભ માનવામાં આવે છે કે અશુભ? ચાલો જાણીએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દૂધને ચંદ્રનો કારક માનવામાં આવે છે અને તેનું ઉકળવું અને ઢોળવું અશુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, જો દૂધનો ઉફાણો આવવીથી વારંવાર ઢોળાતું રહે છે, તો તમારો ચંદ્ર ખરાબ છે અને તમને ચંદ્ર દોષનો ભોગ બનવું પડી શકે છે.
ઘરમાં ગેસના ચૂલાને મંગળ અને દૂધને ચંદ્ર માનવામાં આવે છે. જો દૂધ ઉકળીને ગેસના ચૂલા પર ઢોળાય તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે, મંગળ અને ચંદ્ર વિરુદ્ધ સ્વભાવના ગ્રહો છે અને આ ચંદ્ર અને મંગળને બગાડે છે.
વાસ્તુ દોષ અનુસાર, દૂધને વારંવાર ઉકાળવું એ તમારા ઘરમાં પૈસાની તંગી દર્શાવે છે, તેથી તેને અશુભ માનવામાં આવે છે.
જો કોઈ ખાસ કામ કરતા પહેલા દૂધ ઉકળીને ઢોળાય, તો એવું માનવામાં આવે છે કે પહેલાથી કરેલું કામ બગડી શકે છે.
ઘરમાં રોજ દૂધ ઉકળે તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે અને તે કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે.