ખાણી-પીણીની ખોટી આદતો અને બેઠાડું જીવનશૈલીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો તમને પણ શરીરના કેટલાક અંગોમાં દુખાવો રહે, તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે.
જો તમને હાથ-પગમાં બળતરા, સોજા અથવા દુખાવાની સમસ્યા રહેતી હોય, તો તે પણ તમને ડાયાબિટીસ થયો હોવાનો સંકેત હોઈ શકે છે.
કોઈ પણ કારણ વિના ઘુંટણ અને સાંધામાં દુખાવો ઉપડે, તો તે પણ ડાયાબિટીસના કારણે હોઈ શકે છે.
ડાયાબિટીસ થવા પર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે નથી થતું. જેના પરિણામે માથામાં દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
ડાયાબિટીસ થવા પર શરીરમાં લોહીની ઉણપ અને સોજા આવવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જેના પરિણામે પીઠ અને કમરના ભાગમાં દુખાવો થવો સામાન્ય છે.
ડાયાબિટીસ થવા પર આંખોની નસો પર દબાણ પડે છે. જેના પરિણામે આંખોમાં દુખાવો તેમજ ઘણી વખત ધુંધળુ દેખાવવાની સમસ્યા થઈ શકે છે.
ડાયાબિટીસ થવા પર નસોમાં દુખાવો, હાડકામાં દુખાવો અને બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો તમને શરીરમાં ઉપરોક્ત અંગોમાં દુખાવાની સમસ્યા લાંબા સમયથી રહેતી હોય, તો એવામાં તમારે એક વખત તબીબને અચૂક બતાવીને સલાહ લેવી રહી.