ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ની વૃદ્ધિ સપ્ટેમ્બરમાં ગગડીને ત્રણ મહિનાના નીચલા સ્તર પર 5.8 ટકા આવી ગઈ છે, તે ઓગસ્ટમાં 10.3 ટકા હતી.
વીજળી અને ઉત્ખનનમાં વધવાનો ક્રમાંક 9.9 ટકા તથા 11.5 ટકા થઈ ગયો છે. વીતેલા વર્ષે સપ્ટેમ્બરમાં IIP 3.3 ટકા હતો.
IIPના 23 પૈકી નવ ક્ષેત્રો ખાદ્યાન ઉત્પાદનો, તમાકુ, કપડાં, કાગળ ઉત્પાદનો, રસાયણ, કોમ્પ્યુટર અને ફર્નિચરની વૃદ્ધિમાં ઘટાડો થયો છે.
અર્થતંત્રમાં ગ્રાહકોની માગને કન્ઝ્યુમર પ્રોડક્ટ તથા નોન-કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની વૃદ્ધિ દ્વારા દર્શાવવામાં આવે છે. કન્ઝુમર પ્રોડક્ટમાં એક ટકા અને નોન-કન્ઝ્યુમર પ્રોડક્ટમાં 2.7 ટકાનો ઘટાડો થયો છે.