દર વર્ષે 15 ઓગસ્ટના રોજ તિરંગો ફરકાવવામાં આવે છે. આ ખાસ અવસરે અનેક લોકો પોતાના ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એવામાં તેની સાથે સંકળાયેલા નિયમો તમારે જાણી લેવા જોઈએ.
ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વિના તેને કોઈપણ અવસરે ફરકાવી શકાય છે.
તિરંગો કોઈપણ આકારનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોવો ફરજિયાત છે.
પહેલાં રાષ્ટ્રધ્વજ સૂર્યોદય પછી જ ફરકાવવામાં આવતો હતો. જો કે હવે તિરંગો 24 કલાકમાં કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિના ઘર પર ફરકાવી શકાય છે.
ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને ઊંધો ન લહેરાવવામાં આવે, આવું કરવું ખોટુ ગણાય છે
તિરંગાનો કેસરીયો ભાગ હંમેશા ઉપર હોવો જોઈએ. આ ઉપરાંત ફાટેલો ધ્વજ ફરકાવો ખોટું ગણાય છે.
તિરંગો ફરકાવતી વખતે તે જમીન કે પાણીને સ્પર્શવો ના જોઈએ. આટલું જ નહીં, તિરંગાને કોઈ નુકસાન કે ફાટે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
જો તિરંગામાં નુક્સાન જાય કે ફાટી જાય, તો તેને ડિસ્પોઝ કરવો જોઈએ, જેથી તેની ગરિમાને ઠેસ ના પહોંચે. એવું કહેવાય છે કે, આવા તિરંગાને સળગાવીને ડિસ્પોઝ કરવો જોઈએ.