કાકડીના ઉપયોગથી ચહેરાની સુંદરતા વધારો


By Hariom Sharma21, Jul 2023 08:47 PMgujaratijagran.com

કાકડીના ફાયદા

કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. હેલ્થની સાથે ત્વચા માટે પણ ગુણકારી માનવામાં આવે છે. ઘણાં લોકો કાકડને મોઇશ્ચરાઇઝ તરીકે ઉપયોગ કરે છે.

કાકડીનો જ્યૂસ

ખાલી પેટ કાકડીનો જ્યૂસ પીવાથી શરીરમાં રહેલો ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી સ્કિન હાઇડ્રેટેડ બની રહે છે.

કાકડીનો સલાડ

ગ્લોઇંગ સ્કિન માટે તમે કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરી શકો છો.

કાકડીનો ફેસ પેક

જો તમારા ફેસ ઉપર ડાઘા, ખીલ થઇ ગયા છે, તો તમે કાકડીનો ફેસ પેક લગાવી શકો છો.

કાકડીનો રસ

કાકડીને ક્રશ કરીને રસ કાઢો. આ રસને ચહેરા ઉપર લગાવો 20 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.

કાકડીની સ્લાઇસ

તમે ચહેરા ઉપર કાકડીની સ્લાઇસ રાખી શકો છો. આનાથી સ્કિનને રિલેક્સ ફીલ થાય છે.

જાણો પલાળેલા મગ ખાવાના અદ્ભુત ફાયદા