વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ.આ દિશાને યમ દેવતાની દિશા પણ કહેવાય છે. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી **સારી ઊંઘ આવવામાં મદદ મળે છે.
એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ સંતુલિત રહે છે. જોકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું ન જોઈએ. તેનાથી શરીરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
દક્ષિણ દિશાની સાથે સાથે પૂર્વ દિશામાં પણ માથું રાખીને સૂવું જોઈએ. તેનાથી માનસિક શક્તિ અને એકાગ્રતા મળે છે. આ દિશાને 'સફળતાની દિશા' પણ કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને મહિલાઓએ પૂર્વ દિશામાં જ માથું રાખીને સૂવું જોઈએ. તેનાથી જીવનમાં જ્ઞાન અને સફળતાના યોગ બને છે.
ઉત્તર દિશામાં ક્યારેય માથું રાખીને સૂવું ન જોઈએ. આ દિશાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંબંધિત માનવામાં આવે છે, જેનાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાની જેમ જ પશ્ચિમ દિશામાં પણ માથું રાખીને સૂવું ન જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.