કોઈપણ પ્રકારની કસરત કરતા પહેલા વોર્મ અપ કરવુ ખૂબ જ જરુરી છે. કસરત કરતા પહેલા 15 મિનિટનુ વોર્મ અપ કરવાની સલાહ આપવામા આવે છે. ચલો જાણીએ કસરત કરતા પહેલા વોર્મઅપ કરવુ કેમ જરુરી છે.
જો તમે કસરત કરતા પહેલા વોર્મ અપ કરો છો તો ઈજાનુ જોખમ ઘટી જાય છે. વોર્મ અપ કરવાથી શરીરના સ્નાયુઓ એક્ટીવ થઈ જાય છે. જેથી તમે બીજી કસરત પણ આસાનીથી કરી શકો છો.
જો તમે વોર્મ અપ કર્યા વગર જ કસરત કરવા લાગો છો તો તમને શરીરના અંગો દૂખાવો થવા લાગશે. જેથી તમારે શરીરને ભારે કસરત કરતા પહેલા થોડુ વોર્મ અપ કરવાથી તૈયાર કરી શકાય છે.
જો તમે કસરત કરતા પહેલા વોર્મ અપ કરશો તો તમારા શરીરના સ્નાયુઓ અને માંસપેશીઓ સારી રીતે મૂવ કરવા લાગે છે. આ સાથે તમારી ઝડપ સારી થઈ જશે.
તમારે કસરત કર્યા પછી પણ સ્ટ્રેચિંગ કરવી જોઈએ. આ દરમિયાન તમારા સ્નાયુઓ ગરમ થાય છે અને તેને આરામ મળે છે.
કસરત કરતા પહેલા 15 મિનિટનુ વોર્મ અપ કરવુ જરુરી છે. તમારે હંમેશા બેઝિક વોર્મ અપ કર્યા પછી જ કસરત કરવાની શરૂઆત કરવી જોઈએ.