ખાંસીથી રાહત મેળવવા માટે આદુંનું સેવન કરી શકાય છે. આદુંનો રસ પીવાની સાથે આને શેકીને અથવા તો ગોળ સાથે ખાઇ શકો છો. આનાથી ઘણી રાહત મળે છે.
રાત્રે ખાંસી આવવા પર કાળા મરી ખાવા ખૂબ જ ફાયદાકાર હોય છે. આવી સમસ્યા થવા પર કાળા મરી સાથે મધ મિક્સ કરીને સેવન કરવું. આનાથી ખાંસીમાં રાહત મળશે અને સાથે જ ઇમ્યૂનિટી પણ વધે છે.
આદુંવાળી ચા પીવાથી પણ ખાંસીની સમસ્યામાં રાહત મળે છે.આદુંની ચા પીવાથી ખાંસીમાં તો રાહત મળશે જ સાથે સાથે સંક્રમણ અને સરદીમાં પણ ફાયદો થશે.
સૂંઠ ગળાની ખરાશ અને સરદીની સાથે ખાંસીમાં પણ ફાયદાકારક છે. આના માટે સૂંઠ પાવડરને પાણીમાં મિક્સ કરીને અથવા તો મધની સાથે પણ લઇ શકો છો.
ખાંસીમાં ગ્રીન ટી પણ ગુણકારી છે. આમાં રહેલાં એન્ટિઇન્ફેમેટરી ગુણ સંક્રમણથી રાહત અપાવની સાથે ખાંસીમાં પણ રાહત આપે છે.