તમે પણ સવારે પૂજા-પાઠ કરો છો તો આ વાતનું ધ્યાન રાખો


By 28, Jan 2023 07:30 AMgujaratijagran.com

પૂજાનું મહત્ત્વ

તમારા આરાધ્યા દેવની પૂજા-પાઠનું ઘણું જ મહત્ત્વ હોય છે. શું તમે જાણો છો સવારની પૂજા કરતાં સમયે કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

તુલસીમાં જળ

તમારા ઈષ્ટદેવને મંત્ર, ચાલીસા કે પાઠ કર્યા પછી તુલસીનાં છોડમાં જળ અર્પણ કરવું જોઇએ.

સૂર્યદેવને જળ

સવારની પૂજા સૂર્યોદયની પહેલાં કરી લેવી જોઇએ. ત્યાર બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું.

ભોજન ચોક્કસ ધરાવવું જોઇએ

પૂજા કર્યાં બાદ ભગવાનને ભોજનમાં કોઇ સામગ્રી ચોક્કસ અર્પણ કરવી જોઇએ.

મૂર્તિને સ્નાન કરાવવું

પૂજા કરતાં સમયે મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું જોઇએ. તસવીરને પણ પાણીનો છંટકાવ કરવો જોઇએ.

ગણેશજીનું ધ્યાન કરો

વિધિવત પૂજા માટે ધૂપ, દિવો પ્રગટાવીને પ્રથમપૂજ્ય ભગવાન શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઇએ.

આજનું રાશિફળ 28-01-2023- જાણો આજનો દિવસ કેવો રહેશે