Wake Up Early: સવારે વહેલા ઉઠવાની આદત કેવી રીતે પાડશો?


By Sanket M Parekh07, Nov 2024 03:57 PMgujaratijagran.com

સવારે વહેલા ઉઠવાની આદત

મોટાભાગના લોકો માટે સવારે વહેલા ઉઠવું મુશ્કેલ હોય છે. એમાં પણ શિયાળાની ઠંડી સિઝનમાં તો ખાસ. એવામાં આજે અમે તમને જણાવીશું કે, એવી કંઈ આદતો અપનાવીને તમે વહેલી સવારે સરળતાથી ઉઠી શકો છો.

ધીમે-ધીમે ફેરફાર કરો

તમારે તમારી જાતને અચાનક વહેલી સવારે ઉઠવા માટે મજબૂર કરવાની જગ્યાએ યોગ્ય રીત અપનાવવી જોઈએ. આ માટે તમે ધીમે-ધીમે વહેલા ઉઠવાની આદત પાડી શકો છો.

રાતે જલ્દી સૂઈ જાવ

જો તમે સવારે વહેલા ઉઠવા માંગતા હોવ તો રાતે બને તેટલું જલ્દી સૂવાનો પ્રયત્ન કરો. મોટાભાગના લોકોને રાતે મોડા ઉંઘતા હોય છે, જેના કારણે તેમને સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડતી હોય છે.

દરરોજ એકસમયે જ ઉઠો

સવારે વહેલા ઉઠવાની આદત પાડવા માંગતા હોવ તો જરૂરી છે કે, તમે દરરોજ એક જ સમયે ઉઠો. જેના કારણે તમારી સવારે વહેલા ઉઠવાની આદત આપોઆપ બની જશે.

ધ્યાન અને વ્યાયામ કરો

શરીરમાંથી આળશ ખંખેરવા માંગતા હોવ તો ધ્યાન અને વ્યાયામની મદદ લઈ શકો છો. ફિટનેસ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, મેડિટેશન અને એક્સરસાઈઝની મદદથી સવારે વહેલા ઉઠવાની આદત પડી શકે છે.

એલાર્મને પથારીથી દૂર રાખો

મોટાભાગના લોકો એલાર્મને પથારીની એકદમ નજીક રાખે છે. જેના કારણે વહેલી સવારે જ્યારે એલાર્મ વાગે, ત્યારે બંધ કરીને ફરીથી પાછા સૂઈ જતા હોય છે. જેનાથી બચવા માટે એલાર્મ ક્લોકને બેડથી થોડે દૂર રાખવી જોઈએ, જેથી તમારે ફરજીયાત ઉભા થવું જ પડે.

રાતે વધારે ખાવાનું ટાળો

રાતના સમયે વધારે પડતું ખાવાથી પણ વહેલી સવારે ઉઠવામાં તકલીફ પડે છે. આજ કારણોસર એક્સપર્ટ, રાતે હળવો ખોરાક લેવાની સલાહ આપતા હોય છે.

Weight Loss Tips: ઝડપથી વજન ઉતારવા માટે ખાતા પહેલા આ 5 કામ અચૂક કરો