હંમેશા લોકો સ્કિનને ચમકદાર બનાવવા માંગતા હોય છે. તો ચાલો જાણીએ, સ્કિનને ગ્લો કરવા માટે ગુલાબજળનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ
ગુલાબજળ સ્કિન માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે.
બે ચમચી ગુલાબજળમાં 1 ચમચી મુલતાની માટી મિક્સ કરીને પેક તૈયાર કરી દો. હવે તેને ચહેરા પર લગાવવાથી સ્કિન પર ચમક અને ગ્લો આવવા લાગે છે.
ક્રીમ અથવા લોશન સાથે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. જે સ્કિનને ચમકદાર બનાવવાનો એક ઉત્તમ વિકલ્પ છે.
ગુલાબજળ અને એલોવેરા બન્ને સ્કિન માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. બન્નેને એક સાથે મિક્સ કરીને લગાવવાથી ચહેરો કાચની જેમ ચમકી ઉઠે છે.
ગુલાબજળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આથી તેને ચહેરા પર લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો ટળે છે.
એવું કહેવાય છે કે, જખમ થવા પર ગુલાબજળનો ઉપયોગ કરવાથી આરામ મળે છે. જે જખમને રૂઝ લાવવામાં ઘણી મદદ કરે છે.