ડુંગળીના રસથી સફેદ વાળને કુદરતી કાળા કરો, જાણી લો લગાવવાની રીત


By Sanket M Parekh09, Dec 2023 04:15 PMgujaratijagran.com

ફાયદેમંદ ડુંગળી

ડુંગળીની અંદર સલ્ફર સારા પ્રમાણમાં મળી આવે છે. જેનાથી વાળની સમસ્યાને ઘટાડી શકાય છે. આ સાથે જ વાળ મૂળથી મજબૂત બને છે.

સીધો લગાવો ડુંગળીનો રસ

જો તમે સફેદ વાળથી પરેશાન હોવ, તો ડુંગળીના રસને સીધો જ લગાવી શકો છો. જે સફેદ વાળની સમસ્યાને કંટ્રોલ કરે છે. આ માટે તમારે ડુંગળીના રસથી સ્કેલ્પ પર 15-20 મિનિટ સુધી મસાજ કરવી પડશે. જે બાદ હુંફાળા પાણીથી માથું ધોઈ નાંખવું જોઈએ.

જેતુનનું ઓઈલ

હેર કેર માટે તમે ડુંગળીના રસ અને જેતુનના તેલનો ઉપયોગ કરી શકો છો. જે ઘરગથ્થુ નુસખા માટે તમારે ડુંગળીના રસમાં જેતુનનો તેલ સરખા પ્રમાણમાં મિક્સ કરીને લગાવવો જોઈએ. હવે આ તેલથી વાળમાં સારી રીતે માલિશ કરો.

મહેંદી

જો તમે સફેદ વાળને નેચરલી કાળા કરવા માંગતા હોવ, તો મહેંદીમાં ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવી શકો છે. આ નુસખા માટે તમારે એક વાટકીમાં મહેંદી, ચાની ભૂક્કીનું પાણી અને ડુંગળીનો રસ મિક્સ કરવાનો રહેશે. હવે મહેંદીને વાળ પર લગાવો અને થોડા સમય બાદ ધોઈ નાંખો.

નારિયેળનું તેલ

નારિયેળનું તેલ સ્કિન અને હેર કેર બન્ને માટે ખૂબ જ સારું હોય છે. જેના માટે તમે નારિયેળના તેલ અને ડુંગળીના રસને સરખા પ્રમાણમાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને સ્કેલ્પ પર એપ્લાય કરો અને અડધા કલાક પછી માથું ધોઈ નાંખો.

આમળાનો જ્યૂસ

વાળના ગ્રોથ માટે તમે ડુંગળીના રસમાં આમળાનો જ્યૂસ મિક્સ કરી શકો છો. આ માટે તમારે ડુંગળી અને આમળાના રસને સરખા પ્રમાણમાં મિક્સ કરીને આ મિશ્રણને વાળ પર લગાવવો જોઈએ.

વૉશ બેસિન સાફ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો