જૂની સાડીથી આ રીતે કરો ઘરની સજાવટ


By Rakesh Shukla14, Dec 2022 10:02 AMgujaratijagran.com

જૂની સાડીને ફેંકી દેવાના બદલે તેમાંથી તમે અનેક વસ્તુઓ બનાવીને ઘરની સજાવટ કરી શકો છો.&

તમારી જૂની સાડીમાંથી ડોરમેટ બનાવી શકો છો. રંગ-બેરંગી ડોરમેટ જોઇને તમે પણ સારું અનુભવશો. જૂની સાડીને સ્ટિચ કરીને તમે આ બનાવી શકો છો.

જૂની સાડીને ક્લિન કરીને અને આયરન કરીને બારી તથા દરવાજા માટે પડદા બનાવી શકો છો. બે સાડીને મિક્સ કરીને કલરફુલ પડદા પણ બનાવી શકો છો.

જૂની એમ્બ્રોઇડરી સાડી અથવા ફરી સિલ્ક સાડીને તમે સ્ટિચ કરીને મેજ પોશ પણ બનાવી શકો છો. તેનાથી તમારું ઘર સુંદર લાગશે.

સોફા અને બેડ બન્નેની સુંદરતા વઘારવા માટે તમે જૂની સિલ્ક અથવા ડિઝાઈનર સાડીમાંથી કુશન કવર બનાવી શકો છો. જે દેખાવે ઘણા સુંદર લાગશે.&

ઘરની દિવાલોને ડેકોરેટ કરવા માટે પણ તમે જૂની સાડીનો ઉપયોગ કરી શકો છો. અલગ-અલગ ડિઝાઇનની સાડીઓને દિવાલો પર લગાવો અને લાઇટથી સજાવો.&

જૂની સાડીમાંથી લેમ્પ શેડ બનાવીને તમે ઘરની સુંદરતામાં વધારો કરી શકો છો. જો લેમ્પનો ઉપયોગ કરો છો તો જૂની સિલ્ક સાડીથી લેમ્પ શેડ બનાવો.

આ ઉપરાંત તમે જૂની સિલ્ક સાડીની પોટલી બેગ પણ બનાવી શકો છો. આજકાલ લગ્ન અને પાર્ટીમાં ડ્રેડિશનલ ડ્રેસ સાથે પોટલી બેગ ઘણી પ્રચલિત છે.&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Today's Horoscope 14 December 2022