મધ બનાવશે ચેહરાને સ્વસ્થ, આ રીતે મધ લગાવો અને બનાવો ચહેરાને સાફ અને સુંદર


By Smith Taral29, Dec 2023 05:08 PMgujaratijagran.com

ચહેરાની સમસ્યા અને મધની વિશેષતા

મધ ચહેરાની સમસ્યા દૂર કરવા ખૂબ લાભદાયક છે. મધનો ચહેરા પર ઉપયોગ કરવાથી તેની ઘણી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે.

મધમાં રહેલા પોષકતત્વો

પોષકતત્વોથી ભરપુર મધ ચહેરાની ઘણી સમસ્યાને દૂર કરે છે. આમાં પ્રોટીન, કાર્બસ, સોડિયમ, અને ફાઈબર જેવા પોષકતત્વો છે જે ચહેરા માટે ફાયદાકારક છે.

આ સમસ્યાઓથી મળશે છુટકારો

મધનો ઉપયોગ ચહેરાના સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયક બની રહે છે. ચાલો જાણીએ મધનો કેવી અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

ખીલથી છુટકારો મેળવો

આ સમસ્યાથી ઘણાં લોકો પીડાય છે, ખાસ કરીને યુવાનો. આને દૂર કરવા તજના પાવડરમાં મધ રેડી, તેની પેસ્ટ બનાવીને રાત્રે લગાવી લેવું, અને સવારમાં ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લેવું. આનાથી તમે ખીલ જેવી સમસ્યાથી રક્ષણ મેળવી શકો છો.

ચહેરા પરની ગંદકી દૂર કરશે

બહારના ઘૂળ અને પ્રદુષણથી ચહેરા પર ગંદકી જામી જાય છે, આને દૂર કરવા મધનો ઉપયોગ કરી શકાય છે. મઘ, દૂધ, લીંબુનો રસ અને બદામના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી લગભગ 20 મિનીટ સુધી રહેવા દો. ત્ચારપછી ચોખ્ખા પાણીથી ધોઈ નાખો, તમારો ચહેરો ખીલી ઉઠશે.

મુલાયમ ત્વચા

મધમાં બેસન, મલાઈ અને ગુલાબના તેલની પેસ્ટ બનાવીને લગાવાથી ચહેરો મુલાયમ અને નરમ બને છે.

ચહેરા પરથી વાળ દૂર કરો

મધથી ચહેરા પરના વાળની સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકાય છે. 1 ચમચી મધમાં, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી તેની પેેસ્ટ બનાવી લો, આને માઈક્રોવેવમાં થોડું ગરમ કરી લો. આ પેસ્ટને જ્યાં વાળ છે ત્યાં લગાવો, હવે તેની ઉપર સાફ કપડું મુકીને તેને વિપરીત દિશામાં ખેંચો, આનાથી ચહેરા પરના વાળ દૂર થઈ જશે.

આવીજ ઉપયોગી અને રસપ્રદ માહિતી માટે જોડાઈ રહો ગુજરાતી જાગરણ સાથે

ગંદા અને કાળા પડી ગયેલા સફેદ મોજા સાફ કરવા માટે આ ટ્રીક અપનાવો