શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે આ રીતે લસણનો ઉપયોગ કરો


By Jivan Kapuriya13, Jul 2023 01:11 PMgujaratijagran.com

જાણો

લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે, આને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં પણ ઘણી રાહત મળે છે. આવો જાણીએ શરદી અને ઉધસર મટાડવા માટે લસણનો કેવી રીતે ઉપયોગ કરવો.

લસણના પોષક તત્વો

કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી6

કાચું લસણ

શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે કાચા લસણનું સેવન કરી શકો છો, આને ખાવાથી શરીરમાં ઈન્ફેકશનનો ખતરો ઓછો થાય છે સાથે જ શરદી ઉધરસના લક્ષણોમાં પણ રાહત મળે છે.

શેકેલું લસણ

શેકેલું લસણ ખાવું સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકરક છે. શેકેલું લસણ ખાવાથી શરદીમાં ગરમી આવે છે.જેનાથી શરદી ઉધરસમાં રાહત મળે છે.

સવારે ખાલી પેટ

સવારે ખાલી પેટ લસણ ખાવાથી પેટની સમસ્યામાં ફાયદો થાય છે સાથે જ શરદી અને ઉધરસની સમસ્યામાં પણ રાહત મળે છે.

ગરમ પાણી સાથે

શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે ગરમ પાણી સાથે લસણનું સેવન કરી શકો છો. આ માટે લસણના એક થી બે કળી લો અને તેને ખાધા પછી ગરમ પાણી પીવો.

શરદી અને ઉધરસના લક્ષણોથી રાહત મેળવવા માટે તમે આ બધી રીતે લસણ ખાઈ શકો છે.

લસણ અને લીંબુનું જ્યુસ પીવાના ફાયદા