આમળામાં મિક્સ કરીને લગાવો આ વસ્તુઓ, ચમકી ઉઠશે ચહેરો


By Sanket M Parekh30, Nov 2023 03:58 PMgujaratijagran.com

બેસન અને ગુલાબજળ

આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં એક ચમચી આમળાનો પાવડર નાંખો. જે બાદ 1 ચમચી બેસન અને જરૂરિયાત અનુસાર ગુલાબ જળ મિક્સ કરો.

ફેસ પેક ચહેરા પર લગાવો

આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા અને ગળા પર સારી રીતે એપ્લાય કરો. લગભગ 15 મિનિટ સુધી પેસ્ટને રહેવા દઈને પછી સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

પેસ્ટ લગાવવાના ફાયદા

આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર રહેલા ડાઘ અને ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે. આ સાથે જ આમળામાં રહેલ વિટામિન-સી સ્કિનને હેલ્ધી બનાવશે.

મધ અને દહી મિક્સ કરો

આમળાના ફેસપેકને બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 1 ચમચી આમળાનો પાવડર નાંખો. હવે તેમાં એક ચમચી દહી અને એક ચમચી મધ મિક્સ કરો.

ફેસ પેક એપ્લાય કરો

આ તમામ વસ્તુઓને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને ગળા અને ચહેરા પર એપ્લાય કરો. લગભગ 20 મિનિટ સુધી પૈક લગાવીને રાખ્યા બાદ સાદા પાણીથી વૉશ કરો.

ફેસ પેકના ફાયદા

આ પેસ્ટને તમે અઠવાડિયામાં 1-2 વખત ઉપયોગ કરી શકો છે. જેનાથી ચહેરા પર નેચરલ ગ્લો જોવા મળે છે. આ સાથે સ્કિન પણ નિખરે છે.

આમળાથી સ્કિનને થતા ફાયદા

આમળાથી બનેલા ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પર રહેલ ખીલને ઓછા કરવામાં મદદ મળે છે. આમળામાં રહેલ વિટામિન-સી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ચહેરાને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે.

સૂતા પહેલા બુક વાંચવી સારી વાત છે, જાણો કેમ?