ડાર્ક સર્કલ ઘટાડવા માટે ઘરે જ બનાવો એલોવેરા આઈ માસ્ક


By Smith Taral01, Sep 2024 05:12 PMgujaratijagran.com

અપૂરતી ઊંઘ અથવા વધુ સ્ક્રીન ટાઈમના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે. આ ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે તમે ઘરેજ સરળતાથી એલોવેરાનો આઈ માસ્ક બનાવી શકો છો જે ડાર્ક સર્કલને કુદરતી રીતે ઘટાડવામાં મદદ કરે છે

સામગ્રી

1 વિટામિન E કેપ્સ્યુલ, 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી એલોવેરા જેલ

વિટામિન E તેલ કાઢો

વિટામિન E કેપ્સ્યુલને લઈને, તેમાં નાના સોયથી પંક્ચર કરી અને તેલને નાનકડા બાઉલમાં કાઢી લો.

નાળિયેર તેલ ઉમેરો

તે જ બાઉલમાં વિટામિન E તેલમાં 1 ચમચી નાળિયેર તેલ ઉમેરો. નાળિયેર તેલ ત્વચાને નરમ અને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

એલોવેરા જેલ ઉમેરો

હવે, 1 ચમચી એલોવેરા જેલ આ મીક્સરમાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. એલોવેરા જેલમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણો હોય છે.

પેચ ટેસ્ટ કરો

મિશ્રણને પોતાની ત્વચા પર લગાવી, એક નાની જગ્યા પર પેચ ટેસ્ટ કરો, જેથી એલર્જી ન થાય.

માસ્ક લગાવો

સૌપ્રથમ, ચહેરાને સારી રીતે સાફ કરીને સૂકવી લો. પછી આ પેકને હાથમાં લઈને તમારી આંખોની નીચે ગોળ ગોળ ઘસીને લગાવો.

માસ્કને રાખો અને ધોઈ લો

આ માસ્કને 20 મિનિટ સુધી રાખો. તમે આ માસ્કને આખી રાત માટે પણ છોડી શકો છો. પછી તેને હળવા, ગરમ પાણીથી ધોઈ લો.

ઘાસ પર ખુલ્લા પગે 10 મિનિટ સુધી ચાલવાથી મહિલાઓને આ ફાયદા થશે