સોઈમાં દોરો નથી નાખી શકતા, ફિકર નોટ આ સરળ ટ્રિક્સ અપનાવો


By Vanraj Dabhi12, Sep 2023 01:33 PMgujaratijagran.com

જાણો

જે એક નાનું કામ લાગે છે તે ખરેખર ઘણું મુશ્કેલ છે, તેવી જ રીતે સોયમાં દોરો પોરવવો પણ બધા માટે સરળ નથી હોતું,જો તમારી આંખો સાથે નબળી પડી ગઈ હોય તો આ કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે,પરંતુ કેટલીક ટિપ્સની મદદથી તમે આ કામ સરળતાથી કરી શકો છો, ચાલો જાણીએ.

નેઇલ પેઇન્ટ

સોયમાં દોરો સરળતાથી પોરવવા માટે તમે નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો, આ માટે દોરાના છેડાને નેઇલ પેઇન્ટમાં ડૂબાડો પછી તમારા હાથથી છેડાને ખેંચો, આનાથી દોરો સખત થઈ જશે અને સોયમાં આરામથી આવી જશે.

ગુંદરનો ઉપયોગ કરો

સોયમાં દોરો પોરવવા માટે છેડા પર ગુંદર લગાવો,આ પછી તમારા હાથથી છેડો ખેંચો અને પછી તેને સોયમાં પરોવો.

હાથામાં મસળો

દોરાને તમારી હથેળી પર રાખીને સોયને ઘસો, થોડા સમયમાં દોરો સરળતાથી સોયમાં પરોવાય જશે.

ટૂથબ્રશ વડે સોયમાં દોરો નાખો

તમે ઘરે રોજ જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તેની મદદથી તમે સોયને સરળતાથી પરોવી શકો છો, આ માટે ટૂથબ્રશના તાતણા પર દોરો મૂકો સોયને ધીમે ધીમે દબાવો, આ રીતે તે સરળતાથી સોયમાં દોરો પરોવાઈ જશે.

ટૂથપેસ્ટ

કોઈપણ ટૂથપેસ્ટ લો અને તેને દોરોના છેડા પર લગાવો, જ્યારે તે થોડું સખત થાય ત્યારે તે સરળતાથી સોયમાં આવી જશે.

મીણબત્તી

તમે મીણબત્તીની મદદથી સોયમાં દોરો પરોવી શકો છો, આ માટે મીણબત્તી પર દોરાને ઘસો તેનાથી તેના છેડા પર મીણબત્તી ચોંટશે અને દોરો સખત થશે જે પછી સોયમાં સરળતાથી આવી જશે.

સોય થ્રેડર

નીડલ થ્રેડર બજારમાં સરળતાથી મળી જાય છે, તેની મદદથી સોય પરોવી શકો છો.

વાંચતા રહો

દોરોને સોયમાં પરોવવા માટે તમે આ ટ્રિક્સ પણ અપનાવી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે કોઈ ખર્ચ વગર ઘરે જ બનાવો હેર માસ્ક