કાકડીને લાંબા સમય સુધી ફ્રિજમાં કેવી રીતે સંગ્રહિત કરવી, ચાલો જાણીએ


By Vanraj Dabhi23, Sep 2023 05:13 PMgujaratijagran.com

કાકડીનું સેવન

કાકડીને સલાડ,સેન્ડવિચ,રેપર,આચાર અને કાચી પણ ખાઈ શકાય છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ઉનાળામાં કાકડીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કેમ કે તેમાં 96 ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.

ઝડપથી ખરાબ થઈ જાય છે

કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી કાકડી ઝડપથી ખરાબ પણ થઈ જાય છે. તેમાં ફૂગ લાગી જાય છે.

સંગ્રહ કરવું મુશ્કેલ

ફ્રિજમાં પણ કાકડીને વધુ દિવસ સુધી રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે.

સંગ્રહ કરવાની ટીપ્સ

આવી સ્થિતિમાં આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે લાંબા સમય સુધી કાકડીને સ્ટોર કરી શકો છો.

કાકડીને ધોઈને રાખો

કાકડીને સ્ટોર કરવા માટે સૌથી પહેલા તેને ધોઈ લો. જે પણ ગંદગી લાગી હો તેને સાફ કરો.

કાકડીને સુકવીને રાખો

ત્યારબાદ કાકડીને સુકવી લો, આવું કરવાથી તેને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

કાકડીને હંમેશા બેગમાં રાખો

હવે કાકડીને સ્ટોર કરવા માટે રીસીલેબલ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરો. હવાચુસ્ત બેગમાં સ્ટોર કરો.

રસોડામાં ગંદા સ્વીચ બોર્ડને કેવી સાફ કરવું, આ રીત અજમાવવાથી તમારું ગંદા સ્વીચ બોર્ડ અકદમ નવા જેવું થઈ જશે