ખરાબ આહાર અને યોગ્ય કાળજી ન લેવાને કારણે વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે. આજના સમયમાં વાળ અકાળે સફેદ થાય તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આ લેખમાં જાણો કેવી રીતે વાળને સફેદ થતા રોકી શકાય છે.
વાળના સફેદ થવાને ઘટાડવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાઉડર પકાવો. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને માથામાં વાળ માં લગાવો. અડધો કલાક પછી વાળ સાદા પાણીથી ધોઈ લો.
વાળ અકાળે સફેદ થવા ખૂબ જ સામાન્ય બાબત છે. તેનાથી બચવા માટે મેંદી પાઉડર માં કોફી પાઉડર મિક્સ કરો અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. તેમાં અડધી ચમચી લીંબુ નો રસ ઉમેરો અને તેને વાળ માં એક કલાક માટે લગાવો.
તલ નુ્ં તેલ તમને વાળના અકાળે સફેદ થતા અટકાવવામાં મદદ કરી શકે છે. તેમાં સરસવા કે બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી માથા ની ત્વચા સ્વસ્થ રહેશે.
વાડને કાળા કરવા માટે જાસુદના ફુલો અને પાંદડાની મદદ લો. રાત્રે સૂતા પહેલા તેને પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીથી વાળ ધોઈ લો.
કાળા અખરોટની છાલનો પાઉડર બનાવો. તેને હુંફાળા પાણીમાં 6 થી 7 કલાક પલાડી રાખો. પછી તેને વાળમાં લગાવો. પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
વાળ ને સફેદ થતા અટકાવવા માટે હેલ્દી ડાયટ લેવું જરૂરી છે. ઝિંક, કોપર ,આર્યન અને વિટામિન B12 થી ભરપૂર ખોરાક લો.