છરીની ધાર કાઢવાના ઘરગથ્થુ ઉપાય


By Vanraj Dabhi20, Jan 2025 01:12 PMgujaratijagran.com

છરીની ધાર

રસોડામાં છરીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેની તીક્ષ્ણતા ઘટી જાય છે. આજે અમે તમને ઘરે જ ચાકુને ધાર કાઢવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું.

પથ્થરના સ્લેબનો ઉપયોગ

છરીને ધાર કાઢવા માટે પથ્થરના સ્લેબ પર ઘસો. આમ કરવાથી બ્લેડ ઝડપથી ધાર નીકળશે.

પેન અથવા તવો

જો તમારા ઘરમાં પથ્થરનો સ્લેબ ન હોય, તો તમે જૂના તવા કે તપેલીના તળિયે છરીને ઘસીને ધાર કાઢી શકો છો.

સિરામિક કપ

જો તમારી પાસે ઘરમાં સિરામિક કપ છે, તો તેને ઊંધો ફેરવો અને તેના તળિયા પર છરી ઘસો. આમ કરવાથી તમારી છરીની ધાર એકદમ થઈ જશે.

ધાતુની ફાઇલનો ઉપયોગ

જૂની છરીને ધાતુની ફાઇલ પર ઘસવાથી પણ ધાર તીક્ષ્ણ થાય છે. ફાઇલ પર છરીને ધીમેથી ઘસો. આમ કરવાથી તમારી છરીની ધાર ધારદાર બની જાય છે.

ડાયમંડ શાર્પનરનો ઉપયોગ

છરીને શાર્પ કરવાની એક નવી રીત છે ડાયમંડ શાર્પનર સાથે છરીને ઘસી ધાર કાઢી શકો છો.

કાગળમાં ઘસવું

કાગળના ટુકડા પર છરી ઘસવાથી પણ ધાર તીક્ષ્ણ થઈ શકે છે.

બૂટ અને બેલ્ટનો ઉપયોગ

જો તમારી પાસે ચામડાનો પટ્ટો અથવા બૂટ હોય, તો તેનો પર છરીને પટ્ટાના ભાગ સાથે ઘસવાથી તેની ધાર તીક્ષ્ણ બને છે.

વાંચતા રહો

આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips: કિચનના ગંદા એક્ઝોસ્ટ ફેનને સાફ કરવા માટે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો