ઘરમાં રહેલાં વાસ્તુદોષને કેવી રીતે દૂર કરશો, જાણો તેના ઉપાય


By Hariom Sharma22, Jun 2023 10:00 AMgujaratijagran.com

વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય

ઘરમાં વ્યાપેલું વાસ્તુદોષ દૂર કરવા માટે રોજ સાંજના સમયે ઘરની દક્ષિણ- પશ્ચિમ દિશામાં દિવો પ્રગટાવીને આરતી કરો. આ ઉપરાંત દિવાને એજ દિશામાં મૂકી દો.

આર્થિક સમસ્યા

જો તમે આર્થિક સમસ્યાથી પસાર થઇ રહ્યા છો, તો ઘરના મુખ્ય દરવાજા પાસે રાતના સમયે એક વાસણમાં પાણી અને થોડું મીઠું ઉમેરીને મૂકી દો. બીજા દિવસે પાણીને ચાર રસ્તા ઉપર ફેંકી દો. આનાથી વાસ્તુદોષ દૂર થાય છે.

નકારાત્મક ઊર્જા

વાસ્તુદોષને દૂર કરવા માટે રોજ સવારે પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરમાં પોતા કરો. આ ઉપાય કરવાથી વાસ્તુદોષની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર થશે.

સ્વાસ્તિક

વાસ્તુના જાણકારોનું કહેવું છે કે, વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સ્વાસ્તિક જરૂર બનાવવું જોઇએ. સ્વાસ્તિક બનાવવા સિંદૂર અને ઘીનો ઉપોયગ કરવો. આ ઉપાય કરવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.

22 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 22, 2023