Vastu Dosh: દિવાળીના દિવસે વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો?


By Sanket M Parekh26, Oct 2024 04:14 PMgujaratijagran.com

વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય

ઘર પર વાસ્તુ દોષની અસર વધવાથી નેગેટિવ એનર્જી હાવી થઈ જાય છે. વાસ્તુ દોષની અસર ઘટાડવા માટે દિવાળીના દિવસે કેટલાક ઉપાયો અજમાવી શકાય છે.

દીવો પ્રગટાવવો

પૂજા દરમિયાન અને ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહે છે.

ગંગાજળનો છંટકાવ કરો

ઘરનો વાસ્તુ દોષ દૂર કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ઘરની ઉપર વાસ્તુ દોષની અસર નથી થતી.

ઘરની યોગ્ય સફાઈ કરો

વાસ્તુ દોષની અસર દૂર કરવા માંગતા હોવ તો દિવાળી પહેલા અથવા દિવાળીના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આમ કરવાથી ઘરની અંદર નકારાત્મક એનર્જી ટકતી નથી.

રુદ્રાક્ષ ધારણ કરો

ઘરની સુખ શાંતિ માટે રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. માન્યતા અનુસાર, રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોના ઘર પર કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષની અસર નથી થતી.

પોઝિટિવ વિચાર રાખો

વાસ્તુ દોષની નેગેટિવ એનર્જી તમારા ઉપર નહીં પડે, પરંતુ એકવાતનું ધ્યાન રાખજો વિચાર પોઝિટિવ રાખશો.નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દેશો.

ચાર ખુણે મીઠું રાખો

દિવાળીના દિવસે વાસ્તુ દોષની અસર ઓછી કરવા માંગતા હોવ તો ઘરના ચારેય ખુણામાં મીઠું રાખી દો. આમ કરવાથી ઘર પર વાસ્તુ દોષની અસર બિલકુલ નહીં થાય.

આ દિશામાં શા માટે ઘડિયાળ ન લગાવવી જોઈએ