Cleaning Tips: પ્લાસ્ટિકના વાસણો સાફ કરવાની ટ્રિક્સ


By Vanraj Dabhi30, Sep 2024 05:47 PMgujaratijagran.com

પ્લાસ્ટિકના વાસણોની સફાઈ

પ્લાસ્ટિકના વાસણોમાં જિદ્દી ડાઘ અને ગંધથી કંટાળી ગયા છો? તમે કેટલાક ઘરેલું ઉપચારથી આ ડાઘ અને દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.

લીંબુ અને બેકિંગ સોડા

પ્લાસ્ટિકના વાસણને પાણીમાં પલાળી પછી ડાઘ વાળી જગ્યાએ લીંબુ અને બેકિંગ સોડા નાખીને સ્ક્રબ કરી પછી પાણીથી ધોઈને સાફ કરો.

વિનેગર અને ગરમ પાણી

એક મોટા વાસણમાં ગરમ પાણી અને વિનેગરનું મિશ્રણ તૈયાર કરી પ્લાસ્ટિકના વાસણ પર લગાવી 20 મિનીટ સુધી રાખો અને પછી વાસણને સ્પોન્જથી સ્ક્રબ કરીને પાણીથી ધોઈ લો.

મીઠું અને લીંબુ

લીંબુના ટુકડા પર મીઠું નાખીને ડાઘ વાળી જગ્યાને ઘસો અને તેને થોડી વાર પછી તેને હળવા હાથે ઘસીને સાફ કરી લો.

કોલસાનો ટુકડો

વાસણને પાણીમાં પલાળીને પછી તેમાં સૂકા કોલસાના ટુકડાના પાવડરમાં 3-4 કલાક રાખો અને પછી વાસણને બહાર કાઢીને સાફ કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે.

આ ટિપ્સ અનુસરો

પ્લાસ્ટીકના વાસણોમાંથી જિદ્દી ડાઘ અને દુર્ગંધ દૂર કરવાના 4 ઘરગથ્થુ ઉપાય અપનાવવાથી વાસણની ચમક જળવાઈ રહેશે અને દુર્ગંધ દૂર થશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચણાનું શાક ક્યારે ન કરવું જોઈએ? જાણો