Black Neck: કાળી ગરદનને ગોરી બનાવવા માટેના ઘરેલું ઉપાય


By Vanraj Dabhi07, Dec 2024 11:18 AMgujaratijagran.com

કાળી ડોક

પરસેવાના કારણે ગરદનની આસપાસ ઘણા બધા બેક્ટેરિયા જમા થવા લાગે છે, અહીં અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું.

ઘરેલું ઉપચાર

કાળી ગરદનને ગોરી બનાવવા માટે તમે આ ઉપાયો માત્ર અસરકારક નથી પરંતુ ઘરે ઉપલબ્ધ સામગ્રીઓમાંથી સરળતાથી બનાવી શકાય છે.

લીંબુ અને મધ

લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે અને મધમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, ત્રણ ચમચી મધમાં બે ચમચી લીંબુનો રસ ભેળવીને ગરદન પર લગાવો, 15 મિનિટ પછી ધોઈ લો.

દહીં

દૂધ સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટ ખરાબ થઈ શકે છે અને તમારે પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બટાકાનો રસ

બટાકાનો રસ ગરદન પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો, બટાકામાં બ્લીચિંગ ગુણ હોય છે જે ત્વચાનો રંગ નિખારે છે.

હળદર અને દહીં

એક ચમચી દહીંમાં અડધી ચમચી હળદર ભેળવીને પેસ્ટ બનાવો અને તેને ગરદન પર લગાવો, 20 મિનિટ પછી ધોઈ લો.

ચંદન અને ગુલાબજળ

ચંદન પાવડર અને ગુલાબજળની પેસ્ટ બનાવી ગરદન પર લગાવો, 15 મિનિટ પછી ધોઈ લો. તે ત્વચાને ઠંડક અને તાજગી આપે છે.

એલોવેરા જેલ

ગરદન પર નિયમિતપણે એલોવેરા જેલ લગાવો, તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને રંગને હળવો કરે છે.

ખાવાનો સોડા

ખાવાના સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને ગરદન પર લગાવો, 10 મિનિટ પછી ધોઈ લો, તે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે.

ટામેટાંનો રસ

ટામેટાંનો રસ ગરદન પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો, તેનાથી ત્વચામાં તાજગી અને ચમક આવે છે.

White Hair: સફેદ વાળને કાળા કરવાની ટિપ્સ