આજની વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, લોકોમાં ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે.
ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવાને કારણે વ્યક્તિને હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
આજે અમે તમને એક એવી ચટણી વિશે જણાવીશું, જે તમારા રોજિંદા આહારમાં લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ મીણની જેમ ઓગળી જશે.
લસણમાં એલિસિન હોય છે જ્યારે કોથમરીમાં એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
સૌ પ્રથમ લસણ, કોથમરી, આદુ, લીલા મરચાંને બારીક સમારીને પછી તેને મિક્સરમાં નાખો અને તેમાં જીરું, મીઠું અને પાણી ઉમેરીને પીસી લો.
તૈયાર છે લસણ કોથમરીની ચટણી તમે આ ચટણીને દિવસમાં એક કે બે વાર રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો.
આ સામાન્ય માહિતી છે. તેથી તમે આનો અમલ કરતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.