ચોમાસામાં ઘરની દીવાલ પર આવતો ભેજ કેવી રીતે અટકાવવો, જાણો


By Vanraj Dabhi29, Jul 2024 04:52 PMgujaratijagran.com

દિવાલમાં ભેજ

ચોમાસામાં ઘરની દીવાલો પર ભેજ દેખાવા લાગે છે. કેટલાક ઘરોમાં આ વધુ પડતું થવાને કારણે દિવાલ ખરાબ દેખાવા લાગે છે. ચાલો જાણીએ ભેજ અટકાવવાની કેટલીક રીતો.

દિવાલોમાં કેમ ભેજ આવે છે?

વરસાદી ઋતુમાં પાણીના કારણે દિવાલોમાં ભેજ લાગે છે. ક્યારેક પાઇપમાં લીકેજને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.

તિરાડો રિપેર કરો

જો દિવાલો પર તિરાડો હોવાથી આ જગ્યાએ લીકેજ વધુ થાય છે. તેથી તમારે તેને સિમેન્ટથી રિપેર કરાવી જોઈએ.

લીકેજ સાંધવા જોઈએ

વરસાદી મોસમમાં પાણીના કારણે દિવાલોને નુકસાન થાય છે. તેથી ઘરની કોઈપણ પાઇપમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો તેને સાંધવું જોઈએ.

ડ્રેનેજ પાઇપ સફાઈ

દિવાલોમાં ભેજની સમસ્યા પાઇપમાં કચરો હોવાને કારણે પણ થઈ શકે છે. તેથી ડ્રેનેજ પાઇપ સાફ કરવી જોઈએ.

લાપી કરો

વરસાદ પડતા પહેલા દિવાલો ચેક કરવી જોઈએ. જો કોઈ રૂમની દીવાલ ખરાબ હોય તો તેને લાપી કરવી જોઈએ.

વોટરપ્રૂફ પેઇન્ટ

તમે વરસાદ પહેલા દિવાલો પર વોટર પ્રૂફ પેઇન્ટ કરાવી શકો છો. આ દિવાલો પર ભેજ અટકાવે છે.

છત ચેકિંગ કરો

ઘરની દિવાલોમાં ભેજ છતને કારણે પણ આવી શકે છે. તેથી છતને કાળજીપૂર્વક ચેક કરવી જોઈએ.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં ખાંડમાં કીડીઓ આવી જાય છે, તો આ ટ્રીપ્સ અજમાવો