બદલાતા હવામાન સાથે શરદી અને નાક બંધ થવા જેવી સમસ્યાઓ વારંવાર થાય છે. બંધ નાક ખૂબ મુશ્કેલીકારક છે. જેના કારણે માથું ભારે થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ તકે તમે ઘરેલું ઉપાયોથી બંધ થયેલ નાકનો ઈલાજ કરી શકો છો. ચાલો જાણીએ.
પહેલાના સમયથી બંધ નાકને ખોલવા માટે છીંકણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે નાકમાં ગરમ પાણી નાખવામાં આવે છે. આ ઉપાયથી જલ્દી રાહત મળી શકે છે.
ટુવાલને ગરમ પાણીમાં પલાળી રાખો અને પછી તેને નાક પર મૂકો. આનાથી નાકમાં જમા થયેલો બધી લાળ બહાર આવશે અને તમારું બંધ થયેલ નાક પણ ખુલી જશે.
આ રીત તમને બંધ થયેલ નાકથી જલ્દી રાહત અપાવી શકે છે. આદુની અંદર એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે જે નાક બંધ થવાથી રાહત આપે છે.
આ માટે તમારે આદુને પાણીમાં ગોળ નાખીને ઉકાળીને ચા બનાવવી પડશે. આ ચાના સેવનથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે.
અજમાનો ઉપયોગ બંધ નાક ખોલવા માટે પણ કરી શકાય છે. આ એક ખાસ રીત છે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.
અજમાને તવા પર તળીને તેને પોટલીમાં બાંધીને સૂંઘવાથી નાક બંધ થવાની સમસ્યામાં પણ રાહત મળે છે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે.
આ ઉપાય માટે તમારે ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને તે પાણીમાંથી વરાળ લેવી પડશે. સ્ટીમ લેતી વખતે માથા પર ટુવાલ રાખો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
તમે આ ઉપાયોથી બંધ થયેલ નાકની સારવાર પણ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.