સાઉથ ઈન્ડિયા તેના ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ માટે પ્રખ્યાત છે. આજે આપણે તેનીજ એક રેસિપી વિશે વિશે જાણીશું. આપણે ઘરે જ દક્ષિણ શૈલીમાં ઓથેન્ટિક સ્ટાઇલમાં ઉત્તપમ બનાવવાની રીત વિશે જાણીશું
ચોખા - 1 કપ, અડદની દાળ - અડધો કપ, મેથીના દાણા - 1/4 ચમચી, લાલ મરચું પાવડર - 1/2 ચમચી, ડુંગળી - 1 (ઝીણી સમારેલી), ટામેટા - 1 (બારીક સમારેલ), ગાજર-1 (સમારેલું), લીલા મરચા - 2 (બારીક સમારેલા), કેપ્સીકમ - અડધુ (સમારેલું), જરૂરિયાત મુજબ તેલ, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો - 1-2 ચમચી
સવારના બ્રેકફાસ્ટમાં જો તમે ઉત્તપમ બનાવવા માંગતા હો તો, તમારે એક બાઉલમાં ચોખા, અડદની દાળ, મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખવી પડશે. બીજા દિવસે સવારે તેને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
હવે બનાવેલી પેસ્ટમાં મીઠું, લાલ મરચું પાઉડર, એક ચપટી સોડા વગેરે ઉમેરી દો, ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે હલાવી લો. આનાથી બેટર સારી રીતે આથો આવી જશે અને નરમ થઈ જશે.
હવે ઉત્તપમને ધીમી આંચ પર વારે વારે ફેરવીને રાંધો જ્યાં સુધી કાપેલી શાકભાજી બરાબર કૂક થઈ જાય. જો તમે ઈચ્છો તો ઉપરથી થોડો લાલ મરચું પાવડર પણ ભભરાવી શકો છો.
રેડી છે સાઉથ ઈન્ડિયન સ્ટાઇલમાં બનાવેલું ઉત્તપમ. હવે તમે તેને સાંભર અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો. આ વાનગીને તમે બ્રેકફાસ્ટમાં ખાઇ શકો છો.
જો તમે ઉતાવળમાં હોવ અને તમે કઈ અનહેલ્ધી ન ખાવા માંગતા હોવ તો ઝડપથી ઉત્તપમ બનાવી શકાય છે. એની માટે તમારે અડદની દાળને બદલે રવાનો ઉપયોગ કરવાનો રહેશે. તમે રવા અને દહીંનું ખીરું બનાવીને ઉત્તપમ બનાવી શકો છો, તે એકદમ નરમ અને સ્પંજી બનશે.
જો તમને પણ સાઉથ સ્ટાઈલમાં બનાવેલી ઉત્તાપમ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો. અન્ય આવીજ વાનગીઓ જાણવા માટે વાંચતા રહી ગુજરાતી જાગરણ.