Tal Sani Recipe: દિવાળી પર ઘરે ટ્રાય કરો તલની સાનીની યુનિક વાનગી


By Vanraj Dabhi29, Sep 2024 01:06 PMgujaratijagran.com

સાની રેસીપી

તલની તાસીર ગરમ હોય છે તેથી ખાસ કરીને શિયાળાની ઋતુમાં તલની વિવિધ રેસીપી બનાવવામાં આવતી હોય છે, પરંતુ તમે દિવાળી પર ઘરે તલની સાની બનાવી શકો છો, નોંધી રેસીપી.

સામગ્રી

કાળા તલ, ગોળ, તલનું તેલ, સુંઠ પાઉડર, કોપરાનું છીણ, બદામ, કાજુ વગેરે.

સ્ટેપ-1

એક મિક્સર જારમાં તલ, ગોળ, કોપરાનું છીણ, કાજુ, બદામ નાખો.

સ્ટેપ-2

હવે તેમાં તલનું તેલ ઉમેરીને બધી જ સામગ્રી મિક્સ કરી લો, ખાસ તલ પિસાઈ જવું જોઈએ.

સ્ટેપ-3

હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે તેમાં સૂંઠ પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં કાજુ, બદામના ટુકડા અને કોપરાનું છીણ ગાર્નિશ કરીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કાળા તલની સાની કે કચરિયું, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali Snack Recipe: દિવાળી માટે ઘરે ટ્રાય કરો લોટની ચકરીની યુનિક રેસીપી