ભરૂચની પ્રખ્યાત ખારી શીંગ ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi06, Dec 2023 05:40 PMgujaratijagran.com

પ્રખ્યાત ખારી શીંગ

ખારી શીંગ બજારમાં મળે એવી જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે, ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો ખારી શીંગ ખાતા જ હોય છે પરંતુ જો તમે આ રીતે ઘે બનાવશો બાળકો અને વડિલો ખાધા જ કરશે, તો તમે એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.

સામગ્રી

કાચા સીંગદાણા, મીઠું, પાણી

બનાવવાની રીત સ્ટેપ- 1

ભરુચની ખારી શીંગ બનાવવા માટે એક બાઉલ લો અને તેમાં બે કપ કાચા સીંગ દાણા ઉમેરો. ખાસ ધ્યાન રાખો કે તેના કોઈપણ દાણા સડેલો કે કોઈ પણ ખોરા દાણા ન હોવો જોઈએ.

સ્ટેપ- 2

હવે આપણે એક પેન લઈશું અને તેમાં આપણે અઢી ગ્લાસ જેટલું પાણી લઈશું. પાણીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો.

સ્ટેપ- 3

હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું પાણીમાં નાખીશું અને હુંફાળું ગરમ કરીશું અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

સ્ટેપ- 4

હવે આપણે બધા સીંગદાણા ઉમેરીશું અને તેને આપણે થોડું હલાવીને મિક્સ કરી લેવાનું છે.

સ્ટેપ- 5

હવે તેને આપણે ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દઇશું. આમ કરવાથી આપણા સીંગદાણા માં મીઠું સરસ રીતે ભરાઈ જાય છે.

સ્ટેપ- 6

હવે તેને ગરણી લઇ ને બધું જ પાણી કાઢી નાખવાનું છે. અને દાણા એકદમ કોરા કરીને કોટનના કપડા પર સિંગદાણા પાથરી દઈશું. અને તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી તેને આમ જ ખુલ્લા રહેવા દઈશું. તેથી બધું જ પાણી નીકળી જાય.

સ્ટેપ- 7

હવે આપણે એક પેનમાં 300 ગ્રામ થોડું કર કરું મીઠું લઈશું અને તેને ધીમા ગેસ પર ગરમ કરીને લગભગ 15 થી 18 મિનિટ આપણે સીંગદાણાને ધીમા ગેસ પર સતત ચલાવતા શેકી લઈશું.

વિન્ટર રેસીપી : શિયાળામાં સ્વાદિષ્ટ મીઠી વાનગીઓ આ રીતે ઘરે ટ્રાય કરો