પનીરમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે પરંતુ આજે અમે તમને પાલક પનીરની રેસીપી જણાવવા જી રહ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદારાક છે.
પાલક - અડધો કિલો, પનીર - 300 ગ્રામ, તેલ- 4-5 ચમચી, જીરું - 1 ચમચી, હિંગ - એક ચપટી, તમાલપત્ર - 1-2, આદુ - 1 નાનો ટુકડો, લસણ - 5-6 કળી, ડુંગળી - 1, ટોમેટો પ્યુરી - 1 કપ, ગરમ મસાલો - અડધી ચમચી, મરચું પાવડર- અડધી ચમચી, કોથમીર ચમચી -1 ચમચી.
સૌથી પહેલા પાલકને ધોઈને બાફી લો અને પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો. ત્યાર બાદ તેમાં લસણ, આદુ અને ડુંગળી અલગ-અલગ ઉમેરી પેસ્ટ બનાવો.
હવે એક પેનમાં 1-2 ચમચી તેલ નાખીને પનીરને ક્યુબ્સમાં કાપી લો અને સોનેરી થાય ત્યાં સુધી તળો.
હવે એક બાઉલમાં પનીર કાઢી લો અને તે જ પેનમાં ફરીથી તેલ નાખીને ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ નાખીને વઘારો.
જ્યારે તે તડતડ થવા લાગે પછી તેમાં આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો અને આછું સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં દર્શાવેલ તમામ મસાલા જેમ કે મીઠું, ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર વગેરે ઉમેરી થોડીવાર ધીમી આંચ પર પકાવો.
પછી ટામેટાની પ્યુરી ઉમેરીને સારી રીતે ફ્રાય કરો અને થોડીવાર પકાવીને તેમાં પાલકની પેસ્ટ નાખીને 2-3 મિનિટ સુધી પકાવો અને પછી તેમાં પનીરના ટુકડા ઉમેરો અને મિક્સ કરો.
ઉપર ક્રીમ નાખો અને પછી ગરમા-ગરમ ચપાતી, નાન વગેરે સાથે સર્વ કરો, આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.