2 કપ કાપેલું પનીર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠુ, 1/2 ચમચી લીબુંનો રસ, 2-3 ચમચી તેલ, 1 કપ સમારેલ કેપ્સિકમ અને ડુંગળી, 3-4 ચમચી તેલ, 1/2 ચમચી જીરું, 3-4 નંગ લવિંગ, 4-5 નંગ મરી દાણા, 3 નંગ ઇલાયચી, 2 નંગ મોટી સમારેલી ડુંગળી, 3-4 નંગ લસણના ટુકડા, 3 નંગ મોટી સમારેલા ટામેટા, સ્વાદ અનુસાર મીઠુ, 1-2 તમાલપત્ર, 1 ટુકડો તજ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 2 ચમચી મલાઈ, જરુર મુજબ કસૂરી મેથી, સ્વાદ અનુસાર મીઠુ.
વેજ કડાઈ પનીર બનાવવા માટે સૌપ્રથમ ચીઝ, કેપ્સીકમ, ટામેટા અને ડુંગળીને ક્યુબ્સમાં કાપી લો અને પછી તવા પર ઘી ગરમ કરીને તેમાં થોડું મીઠું અને લાલ મરચું નાખીને બધું પકાવી લો.
હવે પેનમાં જીરું, ધાણાજીરું, વરિયાળી, કાળા મરી, સૂકા લાલ મરચાને શેકીને પછી તેને પીસી લો.
હવે ડુંગળી-ટામેટાને બારીક સમારી લો અને એક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. હવે તેમાં ડુંગળી, આદુ લસણની પેસ્ટ, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, શેકેલા કડાઈ મસાલો ઉમેરીને તેમાં થોડું પાણી ઉમેરો અને વઘારીને તેમાં ટામેટાં ઉમેરો.
જ્યારે મસાલો બરાબર પાકી જાય ત્યારે તેમાં શેકેલું પનીર અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરો અને 5-7 મિનિટ માટે પકાવો.
તમારું કડાઈ પનીર તૈયાર છે તમે તેને નાન, પરાઠા અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.