આ રીતે બનાવો રવા ઉપમા, નાસ્તામાં ખાવા માટે રહેશે બેસ્ટ ઓપ્શન


By Smith Taral24, Aug 2024 07:43 PMgujaratijagran.com

જો તમે હળવો અને ઝડપથી બની જાય તેવો નાસ્તો બનાવવા માંગતા હોવ તો રવા ઉપમા બેસ્ટ ઓપ્શન રહેશે. આ સ્વાદિષ્ટ સાથે ઘણો હેલ્ધી પણ છે જે તમે સવાર અથવા સાંજના નાસ્તામાં એન્જોય કરી શકો છો.

સામગ્રી

આ નાસ્તો બનાવવા માટે તમારે જોઈશે, ચણાની દાળ, અડદની દાળ, ડુંગળી, ગાજર, કેપ્સીકમ, લીલા વટાણા, અડધો કપ, લીલા મરચા, આદુ, હીંગ, સરસવ, લીંબુનો રસ, મીઠું, ઘી, તેલ.

સ્ટેપ- 1

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમા રવો ઉમેરી લો પછી સુગંધ આવે ત્યાં સુધી તેને શેકો

સ્ટેપ - 2

પેનમાં તેલ ઉમેરી, ગરમ થાય એટલે તેમાં સરસવ, હિંગ, મીઠો લીમડો, અડદની દાળ, ચણાની દાળને ધીમા ગેસ પર સાંતળો.

સ્ટેપ - 3

દાળમાં સમારેલી ડુંગળી, લીલું મરચું, છીણેલું આદુ નાખી સાંતળી લો.

સ્ટેપ 4

ડુંગળી અને શાકભાજી સહિત અન્ય સામગ્રી નાખીને તેને 2-3 મિનિટ કૂક કરો અને પછી તેમાં લગભગ દોઢ કપ પાણી ઉમેરો.

સ્ટેપ - 5

પાણી ઉકળી જાય પછી તેમાં મીઠું નાખી મિક્સ કરો અને પછી શેકેલા રવા ઉમેરો, અને થોડી વાર પછી લીંબુનો રસ ઉમેરો અને 2-3 મિનિટ પકાવો.

સ્ટેપ - 6

2-3 મિનિટ પછી ગેસ ધીમો કરી લો, હવે 10 મિનિટ કૂક થવા દો અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

મખાનાને દૂધમાં ઉકાળીને ખાવાથી શું થાય છે?