કિસમિસ દરેક લોકોને પસંદ હોય છે પરંતુ તે બજારમાં બોવ મોંઘી મળતી હોવાથી લોકો તેને ખરીદતા નથી,તો આજે આપણે ઘરે બનાવીશું કિસમિસ.
લીલી દ્રાક્ષ,પાણી.
સૌ પ્રથમ દ્રાક્ષને તોડીને પાણીમાં નાખીને સારી રીતે ધોઈને સાફ કરી લો.
હવે એક થાળીમાં દ્રાક્ષ ભરી લો અને એક મોટા તપેલામાં થોડું પાણી નાખી તેના પર એક વાટકો મૂકો.
હવે તેના પર દ્રાક્ષ ભરેલી થાળી રાખો અને તેની ઉપર ડિશ ઢાંકીને થોડીવાર વરાળમાં પકાવો.
હવે એક પ્લેટમાં કાઢીને સુતરાઉ કાપડ પર તડકામાં સૂકવી દો.
એક કે બે દિવસ સૂકાવીને પછી તમારી કિસમિસ તૈયાર થઈ જશે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.