આવી રીતે કરો દાડમના ફેસ માસ્કનો ઉપયોગ, ચમકી ઉઠશે ચહેરો


By Sanket M Parekh17, Nov 2023 04:16 PMgujaratijagran.com

દાડમ

દાડમમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેમાં મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ અને વિટામિન જેવા પોષક તત્વો મળી આવે છે.

સ્કિન માટે ફાયદેમંદ

દાડમ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેનું ફેસ માસ્ક લગાવવાથી સ્કિન હેલ્ધી અને ચમકદાર હોય છે. સ્કિનમાં નિખાર માટે તેનો ફેસ માસ્ક લગાવી શકાય છે.

દાડમ, મધ અને કૉફીનો ફેસમાસ્ક

આ ફેસમાસ્ક બનાવવા માટે સૌ પ્રથમ દાડમનો પાવડર બનાવો. જેને એક વાટકીમાં નાંખીને તેમાં એલોવેરા, મધ અને કૉફી ઉમેરો.

20-30 મિનિટ લગાવો

આ માસ્કને ચહેરા પર 20-30 મિનિટ સુધી લગાવીને રાખો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ નાંખો અને મોઈશ્વરાઈઝર અને સનસ્ક્રીન લગાવો.

દાડમ, દહી અને સંતરાની છાલ

દાડમ અને સંતરાની છાલના પાવડરને લઈને તેની પેસ્ટ બનાવી લો. હવે તેમાં થોડું દહી મિક્સ કરીને તેને ચહેરા પર 15-20 મિનિટ લગાવો.

દાડમ, કૉફી અને ગ્રીન ટી

એક વાટકીમાં દાડમનો પાવડર, કૉફી અને ગ્રીન ટી મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. જેમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર 20-25 મિનિટ સુધી લગાવીને રહેવા દો. જે સૂકાઈ ગયા બાદ ચહેરાને ધોઈ લો.

ઓટ્સ, દહી અને દાડમ

ઓટ્સની સાથે હળદર પાવડર, દાડમનો પાવડર મિક્સ કર્યા બાદ તેમાં દહી ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવીને રાખ્યા બાદ ચહેરો ધોઈ નાંખો.

ગ્રીન ટીના સ્વાદને વધારવા માટે આ વસ્તુઓ મિક્સ કરી શકો છો