બર્થ ડે કેક ઘરે કેવી રીતે બનાવી શકાય? નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi14, Dec 2023 11:58 AMgujaratijagran.com

સામગ્રી

1 કપ લોટ, 1-4 કપ કસ્ટર્ડ પાવડર, 1-2 કપ ખાંડ, 1-2 કપ દૂધ, દોઢ ચમચી બેકિંગ પાવડર, 1-2 કપ ઓલિવ ઓઈલ.

કસ્ટાર્ડ કેક રેસીપી સ્ટેપ- 1

કસ્ટર્ડમાંથી કેક બનાવવા માટે એક બાઉલમાં લોટ, વેનીલા કસ્ટર્ડ પાઉડર અને બેકિંગ સોડા મિક્સ કરીને ગળણી વડે ગાળી લો.

સ્ટેપ- 2

ખાંડને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો અને ખાંડમાં ઓલિવ ઓઈલ અથવા માખણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

આ મિશ્રણને કસ્ટર્ડ પાવડરના મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરો અને બેટરમાં દૂધ મિક્સ કરતા રહો જેથી બેટર વધારે ઘટ્ટ ન થઈ જાય. બેટરને બરાબર મિક્સ કરો જ્યાં સુધી તે સ્મૂધ ન થાય.

સ્ટેપ- 4

હવે કેકના ટીનને ઘી અથવા માખણથી ગ્રીસ કરીને તૈયાર કરેલા બેટરને ટીનમાં રેડો અને તેમાં મીઠું નાખીને 7-8 મિનિટ માટે ઉંચી આંચ પર પકાવો.

સ્ટેપ- 5

હવે જાળીવાળા સ્ટેન્ડ પર કૂકરમાં બેટરમાં મીઠા નાખીને કન્ટેનર મૂકો.

સ્ટેપ- 6

હવે કૂકરની સીટી કાઢીને ઢાંકણ બંધ કરો અને કેકને મધ્યમ તાપ પર 40-50 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ- 7

હવે છરીની મદદથી કેકને એકવાર તપાસો અને જ્યારે કેક તૈયાર થઈ જાય, ત્યારે તેને 2 કલાક ઠંડુ થવા દો પછી તેને તમારી પસંદગીના આકારમાં કાપીને સર્વ કરો.

સર્વ કરો

ખૂબ જ ટેસ્ટી સ્પોન્ગી કસ્ટર્ડ કેક તૈયાર છે આ કેક બાળકોને ખૂબ ગમે છે. તેમે તેને એક વિક સુધી ફ્રેશ રાખવા માટે તેને બોક્સમાં ભરીને ફ્રીજમાં પણ રાખી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્લીનિંગ હેક્સ : શિયાળામાં પાણી ગરમ કરીને હીટર પીળુ થઈ ગયું છે? આ રીતે ક્લિન કરો