પાણી-પૂરીવાળા કાકાએ જણાવી ટેસ્ટી પાણી બનાવાની આ ખાસ રેસિપી


By Smith Taral07, Jun 2024 12:59 PMgujaratijagran.com

પાણી-પૂરી ખાવાના ધણા લોકો શોખીન હોય છે, તેના વિવિધ ફ્લેવરનું પાણી તેને વધું ટેસ્ટી અને ચટપટી બનાવે છે. આવામાં બહાર લારી પર પાણી-પૂરી ખાવાનો આનંદ પણ અનેરો હોય છે. આ સ્ટોરીમાં આપણે પાણી-પૂરીવાળા કાકા ધ્વારા જણાવવામાં આવેલી રેસીપી વિશે

પાણી-પૂરીના પાણીની સામગ્રી

1 કપ કોથમીર, ફુદીના પત્તા, આદુ, 2 ચમચી લીલા મરચા, 1 કપ આમલીનું પાણી, શેકેલું જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1 કપ બુંદી, લીંબુ, 1 ચમચી હિંગ,સફેદ મીઠું, કાળું મીઠું

પાંદડા અલગ કરો

સૌપ્રથમ કોથમીર અને ફુદીનાના પાન, આદુ અને લીલા મરચાનો બધી સામગ્રીને ધોઈ લો.

બધું ગ્રાઇન્ડ કરી લો

કોથમીર, ફુદીનાના પાન, આદુ અને લીલા મરચાને મીક્ષર જારમાં નાખીને પીસી તેની સારી પેસ્ટ તૈયાર કરી લો.

આમલીનું પાણી કેવી રીતે બનાવવું

હવે એક બાઉલમાં આમલીને જરૂર પૂરતા પાણીમાં પલાળી દો, હવે તેને 30 મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ તેમાંથી આમલીના દાણાને અલગ કરી લો

આમલીનું પાણી કેવી રીતે બનાવવું

હવે એક બાઉલમાં આમલીને જરૂર પૂરતા પાણીમાં પલાળી દો, હવે તેને 30 મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ તેમાંથી આમલીના દાણાને અલગ કરી લો

બધું મિક્સ કરો

હવે તમારે ધાણા અને ફુદીનાની તૈયાર કરેલી પેસ્ટને આમલીના પાણીમાં મિક્સ કરી તેમાં બુંદી પણ ઉમેરો.

મસાલા ઉમેરો

હવે સ્વાદાનુસાર પાણીમાં સફેદ અને કાળું મીઠું, જીરુ પાવડર, મિક્સ કરી લો છે.

ડુંગળી અને લીંબુ ઉમેરો

હવે સ્ટ્રીટ સ્ટાઈલનું પાણી બનાવવા માટે પાણીમાં લીંબુનો રસ, સમારેલા લીલા મરચા અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો. મોઢામાં પાણી આવી જાય એવી પાણી-પૂરીનું પાણી તૈયાર છે.

શેકેલા ચણા ખાવાના 5 અદ્ભુત ફાયદા જાણી લો