Orange Barfi Recipe: નારંગીની બરફી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi21, Aug 2024 05:37 PMgujaratijagran.com

નારંગીની બરફી

બરફી તો તમે ઘણી પ્રકારની ટ્રાય કરી હશે, આજે અમે તમને નારંગીની બરફી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

નારંગીનો પલ્પ, ખાંડ, સુકા નારિયેળનું ખમણ, કેસરી ફૂડ કલર, ખોયા, સિલ્વર વરખ.

સ્ટેપ-1

સૌ પ્રથમ નારંગીની છાલ કાઢી તેની અંદરના બીજ પણ દૂર કરીને પલ્પ બનાવીને એક પેનમાં નાખો.

સ્ટેપ-2

હવે તેમાં ખાંડ, નારંગી ફૂડ કલર અને નારંગીના પલ્પ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં નારિયેળનું ખમણ, ખોયા ઉમેરીને મિક્સ કરીને સારી રીતે પકાવો.

સ્ટેપ-4

હવે એક ટ્રેમાં આ મિશ્રણ કાઢીને સરખી રીતે ફેલાવીને ઉપર ચાંદીનું વરખ ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે નારંગી બરફી તમે છરી વડે મનપસંદ આકારમાં ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khandvi Recipe: ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવી બનાવવાની યુનિક રેસીપી