Thepla Recipe: કુણા માખણ જેવા મેથીના થેપલા બનાવવાની રીત


By Vanraj Dabhi09, Aug 2024 10:37 AMgujaratijagran.com

મેથીના થેપલા

મેથીના થેપલા તો તમે ખાધા જ હશે પરંતુ તેને લાંબો સમય સુધી સારા નથી રહેતા, તમે લાંબા સમય સુધી કુણા માખણ જેવા પોચા થેપલા બનાવવાની રેસીપી નોંધી લો.

સામગ્રી

મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં, મીઠું-મરચું, હળદર, તલ, હીંગ, અજમો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીના પાન ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં મીઠુ-મરચું, હળદર, તલ, હીંગ, અજમો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડું પાણી અને તેલ ઉમેરીને લોટ બાંધી લો અને લૂઆ બનાવીને થેપલા વણી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર થેપલા મૂકી એક ચમચી તેલ લગાવીને બંને બાજું સારી રીતે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે કુણા માખણ જેવા મેથીના થેપલા, તમે દહીં, કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Handvo Recipe: ફરાળી હાંડવો બનાવવાની રીત