Delicious Recipes: બચેલી રોટલી ફેંકવાને બદલે આ અદ્ભુત વાનગીઓ બનાવો


By Vanraj Dabhi05, Sep 2024 12:44 PMgujaratijagran.com

બચેલી રોટલીની રેસીપી

બચેલા રોટલાને ફેંકી દેવાને બદલે તમે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ચાલો જાણીએ.

રોટી પિઝા

બચેલી રોટલીમાંથી તમે ઘરે રોટી પિઝા બનાવી શકો છો. જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે.

રોટી નૂડલ્સ

બચેલી રોટલીને નૂડલ્સની જેમ લંબાઈમાં કાપી પછી તેને ડુંગળી, સોયા સોસ, ટામેટાની ચટણી, કેપ્સિકમ વગેરે સાથે મિક્સ કરીને રોટી નૂડલ્સ બનાવો.

રોટી ટીક્કી

બચેલી રોટલીનો પાવડર બનાવીને તેમાં બટાકા, મસાલા, કોથમીર, લીલા મરચા વગેરે ઉમેરીને ટિક્કી બનાવી શકો છો.

રોટલી પકોડા

બચેલી રોટલીના ટુકડા કરી, ચણાના લોટમાં કોટ કરીને પકોડા બનાવી શકાય છે.

રોટી ઉપમા

બચેલી રોટલીને મિક્સર જારમાં પીસી ભુકો કરીને પછી તેને તળીને ઉપમા બનાવી શકો છો.

રોટી ખીર

બચેલી રોટલીનો ભૂકો કરી અને તેને ગરમ દૂધ અને ગોળ ઉમેરીને મિક્સ કરીને ખીર બનાવી શકો છો.

રોટી ચુરમા લાડુ

બચેલી રોટલીને મિક્સર જારમાં પીસીને પછી તેમાં ખાંડ, ઘી વગેરે ઉમેરીને ચુરમાના લાડુ બનાવી શકાય છે.

વાંચતા રહો

બચેલી રોટલીમાંથી તમે આ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Pakwan:સિંધી દાળ પકવાન બનાવવાની પરફેક્ટ રીત