ચટણી તો તમે ઘણી પ્રકારની ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે કોઠીંબાની ચટણી બનાવવાની યુનિક રેસીપી તમને જણાવીશું.
કોઠીંબાની કાસરી, લસણ, જીરું, લીલા મરચાં, કોથમરી, ઘી, હિંગ, હળદર.
સૌ પ્રથમ એક માટીની તાવડી ગરમ કરી કોઠીંબાની કાસરીને હળવી શેકી લો.
હવે એક ખાંડણીમાં શેકેલ કોઠીંબાની કાસરી ઉમેરીને અધકચરી ખાંડી લો.
હવે તેમાં લસણ, જીરું, લીલા મરચાં, કોથમરી ઉમેરીને ક્રશ કરી લો.
હવે એક લોઢીમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં હિંગ, હળદરનો વઘાર કરો.
તૈયાર કરેલ વઘાર ક્રશ કરેલ ચટણીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે કોઠીંબાની ચટણી, તમે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો.