આ કાઠિયાવાડની એક ટેસ્ટી રેસીપી છે.તેમાં વધુ તેલ અને વધુ મરચા નાખીને બનાવવામાં આવે છે પણ મેં તેમાં તીખા મરચાં નાખીને આ રેસીપી બનાવવામાં આવે છે.
ખાટું દહીં,તેલ,લસણ,તીખા સૂકું મરચા,ધાણા-જીરું પાવડર,હળદર પાવડર,હિંગ,મીઠું,કાશ્મીરી મરચું પાવડર.
સૂકા મરચાને પાણીમાં પલાળી દો અને એક બાઉલ પર સ્ટ્રેનર મૂકીને તેમાં દહીં નાખો જેથી દહીંમાં જે પણ પાણી હોય તે બાઉલમાં આવી જાય.મરચાં અને દહીંને આ રીતે 15 મિનિટ રહેવા દો.
હવે લસણને ક્રશ કરી પાણીમાં પલાળેલા મરચાં નાખીને બરછટ પીસી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.
હવે તેમાં મીઠું,હિંગ,હળદર,ધાણા-જીરું પાવડર નાખી મિક્સ કરીને લસણ મરચાની પેસ્ટ ઉમેરીને ફ્રાય કરો.
હવે તેમાં દહીં,કાશ્મીરી મરચાંનો પાવડર ઉમેરીને તેને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
હવે કાઠિયાવાડી દહીં તિખારી તૈયાર છે, તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.