પેટમાં જમા મળને સાફ કરે છે હિંગ હરડેનું ચૂર્ણ, આવી રીતે કરો સેવન


By Sanket M Parekh07, Dec 2023 03:56 PMgujaratijagran.com

ચૂર્ણ બનાવવાની સામગ્રી

હિંગ અને હરડેનું ચૂર્ણ બનાવવા માટે 50 ગ્રામ હરડે ઉપરાં હિંગ, આખું જીરુ, સૂંઠ પાવડર, અજમો, સંચળ, મરી અને લવિંગની જરૂર પડશે.

આવી રીતે બનાવો ચૂર્ણ

એક વાસણમાં જીરુ, અમજો નાંખીને 3 મિનિટ સુધી શેકો. જે બાદ હિંગ નાંખીને તેને ઠંડુ થવા દો. હવે અન્ય બચેલી સામગ્રીને એક સાથે મિક્સરમાં પીસી લો. તમારું ચૂર્ણ તૈયાર થઈ જશે.

પેટ માટે ફાયદેમંદ

હિંગ અને હરડેનું ચૂર્ણ પેટ માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેનું સેવન કરવાથી ડાઈઝેશન સિસ્ટમ સુધરે છે. આ સાથે જ તે પેટમાં જામેલ મળને સાફ કરવામાં મદદ કરે છે.

કબજિયાતથી રાહત

હિંગ-હરડેના ચૂર્ણનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ તે મેટાબોલિજ્મને પણ તેજ કરે છે.

વજન ઘટાડે

હરડેનો પાવડર વજન ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટમાં જામેલ એક્સ્ટ્રા ચરબી બહાર નીકળી જાય છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરે

હિંગ અને હરડેમાં રહેલ આયરન, મેન્ગેનિઝ, સેલેનિયમ જેવા પોષક તત્વો શરીરની ઈમ્યૂનિટી વધારવાનું કામ કરે છે.

અરડૂસીનો છોડ તાવથી લઈને શરીરના અનેક દુખાવાનો ઈલાજ કરે છે, જાણો તેના ફાયદા વિશે