વાળની સંભાળ માટે આપણે ઘણી દવાઓ અને વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
વાળ લાંબા અને જાડા થાય તે માટે વિવિધ પ્રકારની ટિપ્સ અપનાવવામાં આવે છે.
જેમાં વિટામિન E કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.
વિટામિન E માત્ર એક વાળ માટે જ નહીં પરંતુ ઘણી રીતે ફાયદાકારક છે.
આ વાળને નુકસાનથી બચાવે છે અને વાળના વિકાસને વેગ આપે છે અને વાળ ખરવાનું બંધ થાય છે.
મજબૂત અને જાડા વાળ માટે વિટામિન E કેપ્સ્યુલ્સને નાળિયેર તેલ કે બદામના તેલ સાથે મિક્સ કરીને વાળમાં લગાવો.
2 વિટામિન E કેપ્સ્યુલના ટુકડાને એક બાઉલમાં લો અને તેમાં સમાન માત્રામાં કેરિયર ઓઇલ મિક્સ કરો.
આ મિશ્રણને વાળ પર 2 થી 3 કલાક સુધી રાખો અને પછી વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકાય છે.