શક્કરીયાનું શાક બનાવવાની રેસીપી


By Vanraj Dabhi19, Aug 2024 11:58 AMgujaratijagran.com

શક્કરીયાનું શાક

શક્કરીયાનો શીરો તો તમે ખાધો હશે, આજે અમે તમને શક્કરીયાનું શાક બનાવવાની રેસીપી વિશે જણાવીશું.

સામગ્રી

શક્કરીયા, ટામેટા,લસણ, ડુંગળી, લીલા મરચાં, મીઠા લીમડાના પાન, રાઈ-જીરું,લાલ મરચું પાઉડર, હળદર, તેલ, મીઠું, પાણી, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ શક્કરીયા ધોઈ તેની છાલ ઉતારીને ગોળ આકારમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, મીઠા લીમડાના પાન, લસણ-ડુંગળી નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં લીલા મરચાં, ટામેટા, શક્કરીયા, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડું પાણી નાખીને 3 મિનીટ પકાવી કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે શક્કરીયાનું શાક, તમે શાકને સર્વિંગ બાઉલમાં કાઢીને રોટલી કે પુરી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સમોસા બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો